Management reserves the right to accept OR reject any applications
ખાસ નોંધ એપ્રેન્ટીસ માટે :
1. ઓનલાઈન અરજી કરવા માંગતા ઉમેદવારોએ careers.sumul.coop વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.ઉમેદવારે ઓનલાઈન અરજી કરતાં પહેલા ઓનલાઈન અરજી અંગેની મહિતી ઉક્ત વેબસાઈટ પરથી (DETAILS) સંપૂર્ણપણે કાળજી પૂર્વક વાંચી અને તે મુજબ કરવાની રહેશે.
2. અરજી “SAVE” કર્યા પછી એપ્લીકેશન નંબર બતાવશે, તે એપ્લીકેશન નંબર ઉમેદવારે “SAVE” કરી સાચવી રાખવાનો રહેશે,
3. ઓન લાઈન અરજી કરવામાં કોઇ ભુલ થઈ હોય અથવા કોઇ એન્ટ્રી કરવાની બાકી રહી ગયેલ હોય તો EDIT APPLICATION માં જઈ ઉમેદવારે “SAVE” કરેલ અપ્લીકેશન નંબર અને જન્મ તારીખ નાંખી EDIT કરી “SAVE” કરવુ.
4. એપ્રેન્ટીસ અરજી કરવા માટે ફોટો અને સહી અપલોડ કરવાની જરૂર નથી, અરજીમાં જો કોઈ ભુલ ન હોય તો CONFIRM APPLICATION માં જઈ CONFIRM કરી પ્રિન્ટ કાઢવાની રહેશે. અને ઈન્ટરવ્યુનાં દિવસે તે પ્રિન્ટ રજુ કરવાની રહેશે. ટપાલ થી કે રૂબરૂ મોકલવામાં આવેલ અરજીપત્રકો ધ્યાન ઉપર લેવામાં આવશે નહી. તેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
5. તાલીમ પુરી થયેથી તાલીમાર્થીઓને કાયમી નોકરી માટે કોઇ પણ પ્રકારની બાંહેધરી આપવામાં આવતી નથી.
6. તાલીમ ની મુદ્ત એપ્રેન્ટીસ એક્ટ મુજબની રહેશે.
7. સ્ટાઈપેન્ડ એપ્રેન્ટીસ એક્ટ મુજબ ચુકવવામાં આવશે.
ખાસ નોંધ (આઈ.ટી.આઈ): ઉમેદવારે અરજી કરતા પહેલા ઉમેદવાર પાસે Apprentice Registration નંબર હોવો જરૂરી છે, જો Apprentice Registration નંબર ન હોય તો તેવા ઉમેદવારે ભારત સરકારની વેબસાઈટ https://www.apprenticeshipindia.gov.in પર (આઈ.ટી.આઈ - ફીટર / વાયરમેન / રેફીજરેશન અને એર મીકેનીક / ઈન્સટ્રુમેન્ટ મીકેનીક/લેબોરેટરી આસીસ્ટન્ટ) રજીસ્ટ્રેશન કરીને નંબર મેળવવાનો રહેશે. દા.ત (A0123456789) અને ત્યારબાદ જ careers.sumul.coop વેબસાઈટ પર ઉમેદવાર એપ્રેન્ટીસની ભરતી માટે ઓન લાઇન અરજી કરી શકાશે. careers.sumul.coop વેબસાઈટ પર અરજી કરેલ કોપી, Apprentice Registration કોડ નંબર ની કોપી તથા શૈક્ષણિક લાયકાતના એટેસ્ટેડ (પ્રમાણીત) સર્ટિફિકેટો સાથે તા.૨૨-સપ્ટે-૨૦૨૪ નાં રોજ ઇન્ટરવ્યુમાં પોતાના સ્વખર્ચે, એ.ડી.એમ બિલ્ડીંગ, સુમુલ ડેરી, સુરત ખાતે, સમય સવારે ૧૦:૦૦ થી બપોરે ૦૨:૦૦ કલાક દરમ્યાન હાજર રહેવુ.
ખાસ નોંધ (ડીપ્લોમા / ડીગ્રી) : ઉમેદવારે અરજી કરતા પહેલા ઉમેદવાર પાસે Apprentice Registration નંબર હોવો જરૂરી છે, જો Apprentice Registration નંબર ન હોય તો તેવા ઉમેદવારે ભારત સરકારની વેબસાઈટ https://www.nats.education.gov.in ઉપર જઈ ડીપ્લોમા / ડીગ્રી હોલ્ડર (એન્જીનીયર) ના ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન (નોંધણી) કરવાની રહેશે. (ઈલેક્ટ્રીકલ એન્જીનીયર / મીકેનીકલ એન્જીનીયર / સિવિલ એન્જીનીયર /બી.ઈ / બી.ટેક(ડી.ટી.) ૪ વર્ષ કરેલા હોવાજોઈએ /ઇલેક્ટ્રોનીક્સ એન્જીનીયર / ઈન્સ્ટુમેન્ટશન એન્જીનીયર / કોમ્પ્યુટર એન્જીનીયર / લેબોરેટરી આસીસ્ટન્ટ) રજીસ્ટ્રેશન કરીને નંબર મેળવવાનો રહેશે. અને ત્યારબાદ જ careers.sumul.coop વેબસાઈટ પર ઉમેદવાર એપ્રેન્ટીસની ભરતી માટે ઓન લાઇન અરજી કરી શકાશે. careers.sumul.coop વેબસાઈટ પર અરજી કરેલ કોપી, Apprentice Registration કોડ નંબર ની કોપી તથા શૈક્ષણિક લાયકાતના એટેસ્ટેડ (પ્રમાણીત) સર્ટિફિકેટો સાથે તા.૨૨-સપ્ટે-૨૦૨૪નાં રોજ ઇન્ટરવ્યુમાં પોતાના સ્વખર્ચે, એ.ડી.એમ બિલ્ડીંગ, સુમુલ ડેરી, સુરત ખાતે, સમય સવારે ૧૦:૦૦ થી બપોરે ૦૨:૦૦ કલાક દરમ્યાન હાજર રહેવુ.
|